ખોફ - 8

(29)
  • 2.7k
  • 2
  • 1.6k

8 આરસીની નજર સામે બંધ પટારામાંથી બહાર નીકળવા માટે પટારા સાથે હાથ-પગ અફળાવી રહેલી મંજરીનું દૃશ્ય તરવરી ઊઠ્યું. અને આની ચોથી પળે, અત્યારે આરસીના કાને નીલનો સવાલ અફળાયો : ‘આરસી ! શું થયું, આરસી ? !’ અને આ સાથે જ આરસીની નજર સામેથી મંજરીવાળું દૃશ્ય દૂર થઈ ગયું. તેણે જોયું તો નીલ તેની સામે સવાલભરી નજરે જોતો ઊભો હતો. ‘નીલ !’ આરસીની આંખો ભીની થઈ : ‘મને મંજરીના હીબકાં સંભળાયાં, અને...અને એ બંધ પટારામાંથી બહાર નીકળવા ધમપછાડા કરતી હોય એવું દૃશ્ય દેખાયું.’ આરસીએ કહીને પૂછ્યું : ‘નીલ ! મને એ સમજાતું નથી કે, મને પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરી