જનરેશન ગેપ

  • 3.7k
  • 1
  • 1.3k

આમ તો એક પેઢીનું અંતર – જનરેશન ગેપ કંઈ પચીસ વર્ષથી વધુ નથી, પણ આ ખૂબ જ રોકેટ યુગ અને કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટની હાઈ-ટેકની અતિ અતિ ઝડપી ગતિથી ચાલતા યુગમાં આ જનરેશન ગેપ પણ એટલી જ સ્પીડથી વધતી જાય છે.આજથી ૨૫ વર્ષ પૂર્વે – ૫૦ વર્ષ પૂર્વે એક મા-બાપના ઉછેર, એમને મળેલા સંસ્કાર અને એમના વખતનું વાતાવરણ, અને આજના ઉછેર, સંસ્કાર અને વાતાવરણમાં આભ-જમીનનું અંતર છે. એથી વિચારસરણીમાં ખૂબ જ ફેર હોવાથી વાતે વાતે મા-બાપ અને છોકરાઓમાં ઘર્ષણ થતું હોય છે. પશ્ચિમના દેશમાં વસતા ભારતીયોને માટે તો ખૂબ જ વિકટ પ્રશ્ન બની ગયો છે. અને હવે પશ્ચિમની હવા પૂર્વમાં, ભારતમાં