દાદા હું તમારી દીકરી છું - 4

  • 2.6k
  • 1.4k

જયંતીભાઈ સ્મિતાબેનને બોલવા લાગ્યા જેથી સ્મિતાબેનને ખુબ દુઃખ થયું. તે રડવા લાગ્યા. આ જોઈ ભરતભાઈ જયંતીભાઈની વાત સમજી ગયા અને સ્મિતાબેનને સમજાવ્યું કે જ્યંતિભાઈ ની વાત સાચી છે. આટલી નાની ઉંમરમાં તમારે સફેદ સાડી અને શોક પાળવાની જરૂર નથી. જયારે તમારા સસરા જ તમારા પક્ષમાં છે તો તમે દુનિયાની ચિંતા શા માટે કરો છો. બધી ચિંતા ચોડી દરરોજ પહેરતા હો એ કપડાં પહેરવા લાગો.ધીમે ધીમે સમય જતા રાહુલની ઉત્તર ક્રિયા પણ જતી રહી. એ દિવસ પછી જયંતીભાઈએ સ્મિતાબેનને પોતાની દીકરી બનાવી લીધી. સફેદ કપડાં અને રૂઢિઓ પાળવાની ના પાડી દીધી. સ્મિતાબેન દરરોજની જેમ સવારે જાગ્યા પણ તેના મનમાંથી રાહુલની યાદો