શમણાંની શોધમાં - પ્રકરણ 15

(78)
  • 2.6k
  • 1.6k

          25 જુલાઈ 2016           અર્ચના જાણતી હતી સેક્ટર-11 હવે થોડા દિવસ માટે જ એનું હતું. એ સેકટર 11 ના પોતાના ઘરના દરવાજાથી થોડેક દુર ઓટોમાંથી ઉતરી ત્યારે ઘરની આસ-પાસ નીરવતા વ્યાપેલી હતી. રાત્રીના બાર એક વાગ્યાનો સમય હતો ને એ સમયે સેકટર 11 માં નીરવતા હોય એ નવાઈની વાત ન હતી.           પાછલા એક વર્ષમા અર્ચનાનું જીવન ઘણા વળાંકો લઇ ચુક્યું હતું. શ્યામને નોકરી મળી એ ખુશીએ ખુશીના સમાચાર સાંભળ્યાને એકાદ વર્ષ જેટલો સમય થઇ ગયો હતો અને ત્યાર બાદ એને ફરી ક્યારેય કોઈ ખુશીના સમાચાર સાંભળવા