શમણાંની શોધમાં - પ્રકરણ 27

(67)
  • 2.2k
  • 1
  • 1.3k

          શ્યામ ઉભો રહી શકે એમ નહોતો પણ ઉભા રહ્યા વિના બીજો કોઈ રસ્તો નહોતો. એ ચાર્મિને જોતો રહ્યો. અંધારાના કારણે એને ચાર્મિ બરાબર દેખાતી નહોતી.           ચાર્મિ ફરી બાઈક પાસે પહોચી. બાઈકનું સ્ટેરીંગ લોક તોડવાનું કામ તો એ પહેલા જ કરી ચુકી હતી. ઠેકાના અજવાળામાં ચાર્મિ પહોચી ત્યારે શ્યામને ફરીથી દેખાવા લાગી. ચાર્મિ બાઈક પર બેઠી અને એક જ કિકમાં બાઈક ચાલુ કરી નાખ્યું અને ઝડપથી એક્સીલીટર દબાવ્યું.           ચાર્મિ અડધે આવી ત્યારે શ્યામને ઠેકાવાળો બહાર આવતો દેખાયો. ઠેકાવાળો ચાર્મિની પાછળ દોડવા લાગ્યો.