હિતોપદેશની વાર્તાઓ - 12

  • 3.8k
  • 1
  • 2.1k

12. તળાવને કિનારે ત્રણ મિત્રો - કાચબો, ઉંદર અને કાગડો આનંદ થી રહેતા હતા. ત્યાં એક દિવસ એક હરણ ભાગતું ભાગતું આવ્યું અને સીધું તળાવમાં ઘૂસી ગયું. અચાનક એને આવી પડેલું જોઈ ઉંદર દરમાં ભરાઈ ગયો, કાગડો ઝાડ પર બેસી ગયો અને કાચબો તળાવમાં ચાલ્યો ગયો. થોડીવાર રહીને હરણ શાંત પડ્યું એટલે પાણીની બહાર આવ્યું. ઉંદર અને કાચબો પણ બહાર આવ્યા. કાગડો આમતેમ નજર નાખતો ધીમેથી નીચે આવ્યો. કાચબાએ હરણ પાસે જઈ પૂછુયું કેમ ભાઈ ?તું એટલો ગભરાયેલો કેમ છો? અહીં ડરવા જેવું નથી. શાંતિથી પાણી પી લે. અરે ભાઈ, હું શિકારીના ડરથી ભાગ્યો છું. આ જંગલમાં મારું કોઈ