હિતોપદેશની વાર્તાઓ - 31

  • 2.7k
  • 914

31. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એને ચાર પુત્ર હતા. તેમના નામ ઉત્તમબુદ્ધિ, પરમબુદ્ધિ, મહાબુદ્ધિ અને અગમબુદ્ધિ. ચારમાં પહેલા ત્રણ ઘણા ચપળ અને હોશિયાર હતા. સૌથી નાનો અગમબુદ્ધિ સીધો સાદો અને શાંત હતો. બ્રાહ્મણે ચારેય પુત્રોને ગામના મહાપંડિત ગુરુદત્તને ત્યાં ભણવા મૂક્યા. પંડિત વિદ્વાન અને તેજસ્વી હતા. એમણે પુત્રોને ધર્મ, જ્યોતિષ ગણિત, સાહિત્ય તમામ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. પહેલા ત્રણ પુત્ર હોશિયાર હતા એટલે ભણવામાં આગળ નીકળી ગયા જ્યારે અગમબુદ્ધિ ભણવામાં પાછળ હતો પણ વ્યવહારિક જ્ઞાનમાં આગળ હતો. પંડિતજીના આશ્રમના સંચાલનનું કામ એ કરતો અને બધાની સેવા કરતો. ત્રણ મોટા પુત્રો ફક્ત ભણવામાં જ ધ્યાન આપતા. પરિણામ એ આવ્યું કે