ગદર 2

(25)
  • 2k
  • 1
  • 740

ગદર 2- રાકેશ ઠક્કર જો તમે સની દેઓલના ફેન હોય તો ફિલ્મ ‘ગદર 2’ મોટા પડદા પર જોઈ શકાય એમ છે. ‘ગદર 2’ ની એક દમદાર ફિલ્મ તરીકે હર કોઈ રાહ જોતું હતું પણ એમાં પાકિસ્તાનનો વિરોધ, હિન્દુ -મુસ્લિમ ભાઈચારો અને દેશપ્રેમની વાત હોવા છતાં માત્ર એક મનોરંજક ફિલ્મ તરીકે ઊભરી આવી છે. સમીક્ષકોએ બહુ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે એમાં વાર્તા, અભિનય કે વિષય જેવું ખાસ કંઇ નથી. ઘણા દ્રશ્યોમાં લોજીક પણ શોધતા રહી જઈએ એમ છીએ. એ વાત સાચી પડી કે ફિલ્મનો પબ્લિકમાં જે ક્રેઝ હતો અને એના માટે લોકોમાં જે ઇમોશન રહ્યા છે એ કમાણી કરાવી જશે.