નાથાલાલની જેલ ડાયરી

  • 2k
  • 626

નાથાલાલ પારેખ: મને મારું નામ ખૂબ જ ગમે છે કારણ કે તેનો અર્થ છે: 'શાસક'. કમનસીબે, આખી જીંદગી બીજાના મોઢે મારું વાસ્તવિક પૂરું નામ સાંભળવાની ઈચ્છા, એક તૃષ્ણા બનીને રહી ગઈ. મારી આસપાસની દરેક વ્યક્તિ; મિત્રો હોય કે કુટુંબીજનો, મને મારા અસલ નામ સિવાય બીજા બધા નામથી બોલાવતા. સમજી ગયા ને; જેમ કે, નાથયા, નથ્થુ, નાથયો, અને બીજું કેટલું એ!! આ બાબતથી મને ખૂબ ચીડ ચડતી.ખેર, અત્યારે હું માચીસની ડબ્બી જેટલા રૂમમાં કેદ થઈને બેઠો છું, જે અંધારિયું, દુર્ગંધયુક્ત અને બારી વિનાનું છે. એક નાનો ઝીરો વોટનો બલ્બ ઉપર લટકી રહ્યો છે જેના લીધે મને દેખાય છે કે હું શું