પ્રોજેક્ટ પ્રલય - 1

(50)
  • 3.1k
  • 1
  • 1.9k

લેખક: જ્હોન લોકવુડ રજૂઆત: રોમા રાવત   પ્રકરણ ૧ ૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી, યુગાન્ડા એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમકે ઘડીભરમાં તો લાશોના ખડકલા થઈ ગયા હતા. બંને તરફના માણસો પોત પોતાના ધ્યેય ને જ પોતાનું જીવન સમજતા હતા એટલે એક પણ તરફ કોઈને એ ધ્યેય માટે મારવાનો અફસોસ નહોતો. અચાનક ગાળીબાર બંધ થઈ ગયો. ફાયરીંગની લાલ જવાવળાઓ શમી ગયા પછી રાત્રિ ફરી અંધકારના ઓથારમાં સરકી. અંધકાર ફરી પોતાનું સામ્રાજ્ય જમાવવા ધસી આવ્યો. ઈઝરાયલી રૂમાંડો દળના નેતાએ વોકી-ટોકીમાં કહ્યું. ‘ ઘુસણખોરો ખત્મ કરી નાખવામાં આવ્યા છે.’