જલધિના પત્રો - 11 - વ્હાલી વિધ્યાર્થીનીનો શિક્ષકને વળતો પત્ર

  • 1.6k
  • 522

આદરણીય માસ્ટર, આપને સાદર નમસ્કાર .આજે જ આપનો પત્ર મળ્યો. આપના પત્રએ એક ઊંડાણને સ્પર્શી અંતરની લાગણીઓને તરબોળ કરી. કેટલાયે સમયથી મળ્યા નથી તેનો સહજ ઠપકો પણ મળ્યો. આપણી પરસ્પર હાજરી પ્રત્યક્ષ ભલે ન હતી. પણ ,ફોનમાં અવાજ તો આપણે રોજ સાંભળતા એટલે એ રંજ દૂર થઈ જતો. તમારો પત્ર વાંચતાં વાંચતાં જ ક્યારેક ક્લાસરૂમમાં તો ક્યારેક આપણા માટે સ્વર્ગરૂપ સ્થળ એવી પ્રયોગશાળાની સફર પણ હું કરી આવી.જાણે ત્યાં હોવાની જ સાક્ષાત્ અનુભૂતિ કરી આવી. કેવો અદ્ભુત છે સમય ! જ્યારે સાથે હતા. ત્યારે ,ઝડપથી વહી ગયો. અને જ્યારથી છુટા પડ્યા છીએ ત્યારથી જાણે ધીમે ધીમે સરકી રહ્યો છે. સાચું