નિલક્રિષ્ના - ભાગ 3

  • 1.5k
  • 622

આજ વાંસળીનાં સૂર ન સંભળાયા એનું કારણ જાણ્યા વગર ધરા રહી ન શકી.આમ પણ મળેલ જિંદગીએ એને બહુ દુઃખ દર્દ આપ્યું હતું,એટલે એને એ કિંમતી લાગતી ન હતી. "જે હું છુ એ પ્રભુનો જ પ્રસાદ છું."એમ વિચારી‌ જિંદગીની પરવા કર્યા વગર સોમનાથ મહાદેવનાં મંદિરના પાછળનાં ભાગેથી નીકળી ધરાએ સમુદ્રમાં ઝંપલાવ્યુ હતું. ત્યાં ઉભેલા હરકોઈને એમ જ થયું કે,વધું પડતાં દુઃખોથી એ ઘેરાયેલી હતી એટલે જીવ આપી દીધો.પરંતુ એનું આમ કરવા પાછળનું કારણ મને તો જુદું લાગતું હતું. પચંડ વેગથી પવન ફુંકાવા લાગ્યો.એક વંટોળીયો ચારે દિશામાંથી વેગ વધારતો આગળ વધીને ત્યાં મંદિરનાં પટાંગણમાં બેઠેલ બાબા આર્દની ફરતે વીટળાવા લાગ્યો હતો.એવુ લાગી