તુલસી - એક વરદાન

  • 2.4k
  • 1
  • 824

તુલસી વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ। કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ || (વૈજ્ઞાનિક નામ:Ocimum tenuiflorum; સંસ્કૃત: तुलसी) લેમિએસી કુળની એક સુવાસિત વનસ્પતિ છે. તુલસી એક ટટ્ટાર, બહુશાખી છોડ છે જે ૩૦ થી ૬૦ સેમી ઊંચો વધે છે. તેની ડાળીઓ રોમમય (રૂંવાટી વાળી) હોય છે તથા સામસામે એક-એક એમ સાદા પાન ઉગે છે જે તીવ્ર ગંધ ધરાવે છે. આના પાન પર્ણદંડ (petiole) દ્વારા મુખ્ય ડાળી સાથે જોડાયેલા હોય છે અને તેમનો આકાર લંબગોળ હોય છે જે ૫ સેમી સુધી લાંબા થાય છે, તેની કિનારે થોડા ખાંચા પણ હોય છે. આને આછા જાંબુડી રંગના ઝીણાં ફૂલ આવે છે જે કલગી પ્રકારનાં પુષ્પવિન્યાસમાં