મનની શાંતિ

  • 3.4k
  • 4
  • 1.2k

જગત આખું ગૂંચવાડામાં જકડાયું છે. એ ગૂંચવાડામાંથી કેમનો નીકળે ? એક ગૂંચ કાઢવા જાય ત્યાં બીજી પાંચ નવી વળગે ! ગૂંચવાડો ઊભો કર્યો કોણ ? મને. ગૂંચવાડામાંથી છોડાવે કોણ ? જ્ઞાની. મનની જરૂર ક્યાં સુધી ? સંપૂર્ણ ગૂંચવાડો ના નીકળે ત્યાં સુધી ! અને ગૂંચવાડો ખલાસ થાય ત્યારે જ મોક્ષ થાય ! મન કોણે ઊભું કર્યું ? પોતે જ ઊભું કર્યું. જેનું મન ક્યારેય અશાંત ન થાય તે મુક્ત !મનને મરાય ? મન તો છે મોક્ષે જવા માટેનું નાવડું ! એને કેમ કરીને તોડાય ? મન વગર તો કેમ કરીને જીવાય ? ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, મન જ બંધન