હાસ્ય મંજન - 11 - હટવાડાની મઝા મઝેદાર હોય છે

  • 1.1k
  • 404

               હટવાડાની મઝા મઝેદાર હોય છે..!                                                            લેખની શરૂઆત તો તોફાની મસ્તીથી કરવી છે, પણ તે પહેલાં, અંદરથી ઉછાળા મારતો એક વિદ્યાર્થીનો ટૂચકો  યાદ આવી ગયો. શિક્ષકે ચંપુને પૂછ્યું કે, ‘દુનિયા કેવી છે ? ગોળ છે કે ચોરસ.?’ ચંપુ કહે,’ ગોળ પણ નથી ને ચોરસ પણ નથી, ૪૨૦ છે..! આ વાત સાલી હસવામાં કાઢવા જેવી તો નહિ, એટલા માટે કે, જેને જેવી દુનિયા દેખાય, તેવી એ વ્યક્ત કરે. પેલી  હાથીવાળી વાર્તાની તો તમને ખબર હશે. અંધારામાં જેના હાથમાં હાથીનું જે અંગ આવ્યું, તેને તેવો હાથી દેખાયો. પૂંછડી હાથમાં આવી તો એને પાતળો દેખાયો. પગ હાથમાં આવ્યા,