ડાયરી - સીઝન ૨ - બુરા ન માનો હોલી હૈ..

  • 418
  • 1
  • 88

શીર્ષક : બુરા ન માનો હોલી હૈ લેખક : કમલેશ જોષી મિત્રો, સૌથી પહેલા એ કહો કે આ તમારી કેટલામી હોળી-ધૂળેટી છે? વીસમી, ત્રીસમી કે પચાસમી? કેટલામી? હવે યાદ કરો કે હોળી-ધૂળેટી વિશે સૌથી પહેલી વખત તમે શું સાંભળ્યું હતું? શું સમજ્યા હતા? બાળપણમાં કદાચ આપણી પહેલી હોળી હશે ત્યારે આપણા મામા આપણે ત્યાં આવ્યા હશે. એમણે કોઈ ભડભડ બળતા ભડકાની ફરતે આપણને ફેરવ્યા હશે ત્યારે તો આપણને કશું સમજાયું પણ નહિ હોય, પરંતુ બે કે ત્રણ વર્ષના થયા ત્યારે કદાચ શેરીમાં મમ્મીએ આપણને પિચકારી પકડતાં શીખવ્યું હશે, મમ્મીએ વહાલથી આપણા ગાલે પીળો અને ભાલે લાલ રંગ પણ લગાડ્યો હશે