એક ડગલું તારી દિશામાં... - 4

  • 746
  • 296

"આંખોમાં આવી વસી જવું તારું, શું કહું?આમ જ અજાણતાં તારું ગમી જવું, શું કહું?અમે વિરાન વનનાં સૂકાયેલા વૃક્ષો નેતારું આમ વસંત થઈ અમને મ્હોરી જવું, શું કહું!"ઘણીવાર જિંદગીમાં ગમે તેટલું મક્કમ બની કરેલાં નિર્ણયોને મન નામક માંકડું તોડીને છિન્નભિન્ન કરી નાખે છે. એવું જ પ્રાપ્તિનાં મને પણ કરવું શરું કર્યું છે. પ્રાપ્તિ જેમ જેમ મિતેષથી દૂર ભાગી રહી હતી એનાં વિચારો બમણી ઝડપથી પ્રાપ્તિનાં મનોમસ્તિષ્ક પર કબજો જમાવી રહ્યાં હતા. ઘણીવાર આવી કશ્મકશની સ્થિતિ વચ્ચે ઝૂલતું મનોમસ્તિષ્ક ચુંબનના બે ધ્રુવો તરફ તીવ્રતાથી વિરુદ્ધ દિશામાં ખેંચાય છે. એવી જ સ્થિતિ પ્રાપ્તિની છે. એક તરફ એણે મિતેષને મળવું પણ છે અને નથી