ભારતીય કામદેવ

  • 690
  • 278

મન્મથ અને રતિ અમર અનંત પ્રેમનાં દેવ-દેવી ગણાય છે. આ સુંદર યુગલનો પ્રેમ વસંતઋતુમાં વધુ મહોરી ઊઠતો. ફૂલ, કળી, કોયલ, પોપટ, મધમાખી, લીલાંછમ વૃક્ષો વગેરે એમના સાથીદાર હતાં.એક દિવસ મન્મથના પિતા’ વિષ્ણુએ એને બોલાવીને કહ્યું, “મારે તને એક બહુ કઠિન કામ સોંપવું છે. ઊંડા ધ્યાનમાં બેઠેલા શિવને જગાડવાની આવડત અને શક્તિ માત્ર તારામાં છે. એકવાર તું આ કરે તો પછી એ આંખો ખોલીને પાર્વતી સામે જોશે. તું તો પ્રેમનો દેવતા છે. શિવને તારા બાણ મારીને પાર્વતીના પ્રેમમાં પાડી દેજે."આ સાંભળતાની સાથે મન્મથને કંપારી છૂટી ગઈ. “પિતાજી, તમે મને આગ સાથે રમત કરવાનું કહો છો. શિવજી કોઈ સામાન્ય દેવ નથી. એ