લવ યુ યાર - ભાગ 48

  • 1k
  • 2
  • 526

મીત સાંવરીની આંખમાં આંખ પરોવીને ખૂબજ પ્રેમથી તેને કહી રહ્યો હતો કે, "પહેલા હું ઈન્ડિયા આવું તો પણ ઈન્ડિયાની ઓફિસમાં બહુ ઓછો આવતો ત્યાંના મિત્રો સાથે એન્જોયમેન્ટ માટે ક્લબમાં ને બહાર ફરવા ને એમ નીકળી જતો પણ તને જોવા અને મળવાની અને તારી સાથે વાત કરવાની ઘેલછાએ મને ત્યાંની ઓફિસમાં રેગ્યુલર આવતો કર્યો. મારે તને બરાબર જોવી હતી તને સમજવી હતી તારાથી હું સરપ્રાઈઝ્ડ હતો આવી કોઈ છોકરી હોઈ શકે કે જે બિઝનેસમાં આટલી બધી પાવરધી હોય તે મારા માટે અનબીલીવેબલ હતું અને માટે જ "હું ઈન્ડિયા હમણાં નહીં આવું મોમ" તેમ મોમને "ના" પાડીને આવ્યો હતો પણ તે, મને