લવ યુ યાર - Novels
by Jasmina Shah
in
Gujarati Love Stories
સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો.
મમ્મી: બેટા શું કરે છે ?
સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી.
મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ તું ઘરે આવવાની છે ને ...Read Moreકેમ એવું પૂછે છે, મમ્મી ?
મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે.
સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ.
મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે તો આજે છીએ અને કાલે ન હોઇએ ત્યારે તારું શું થાય ?
સાંવરી: બંસરી છે ને ? બંસરી મારું ધ્યાન રાખશે મમ્મી.
( બંસરી તેની નાની બહેન હતી. તે બી.કોમ.ના છેલ્લા વર્ષમાં ભણતી હતી. )
મમ્મી: બંસરી તો છે બેટા, પણ એ પણ તેના સાસરે જતી રહેશે પછી તું એકલી પડી જઇશ અને તારું ઘર લઇને બેઠી હોય તો મને અને તારા પપ્પાના જીવને શાંતિ.
સાંવરી: સારું, સારું બસ આવી જઇશ પણ મને ખબર છે કે આ વખતે પણ છોકરો 'ના' જ પાડવાનો છે.
મમ્મી: આટલું બધું નેગેટીવ નહિ વિચારવાનું બેટા, અને ક્યાંક તો તારા માટે ભગવાને છોકરો બનાવ્યો હશે ને ?
સાંવરી: સારું, હું શનિવારે સાંજે ઘરે આવી જઇશ મારા માટે મારા ફેવરીટ ઢોકળા બનાવીને રાખજે.
મમ્મી: સારું બેટા.
લવ યુ યાર ભાગ-1સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો. મમ્મી: બેટા શું કરે છે ?સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી. મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ ...Read Moreઘરે આવવાની છે ને ?સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ?મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે. સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ. મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે
સાંવરીને જે છોકરો જોવા માટે આવ્યો હતો તેનું નામ મેહૂલ હતું. મેહૂલની મમ્મીએ નાની દીકરીને ઘરમાં ન જોઇ એટલે તરત જ પૂછ્યું," કેમ તમારે તો બે દીકરીઓ છે ને ? નાની દીકરી નથી દેખાતી ? " સોનલબેને જવાબ આપ્યો ...Read More" હા, તેને એક્ઝામની તૈયારી કરવાની છે એટલે તેની ફ્રેન્ડના ઘરે વાંચવા માટે ગઇ છે." તેમનો ઇરાદો નાની દીકરીને જોવાનો હતો કારણ કે તેમને સાંવરી બિલકુલ ગમી ન હતી. ચા-પાણી થઇ ગયા પછી, સોનલબેને પૂછ્યું કે કંઇ પૂછવું કરવું હોય તો ? એટલે મેહૂલની મમ્મીએ તરત જ જવાબ આપી દીધો કે, " ના,પૂછવું તો કંઇ નથી અને અમે પછી જવાબ
"લવ યુ યાર"ભાગ-3સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઈ ગયા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ હવે સોનલબેન અને વિક્રમભાઈને ચિંતા એ હતી કે સાંવરી માટે કઈરીતે મૂરતિયો શોધવો અને આ ચિંતામાં ને ચિંતામાં બંનેની રાતની ...Read Moreપણ ઉડી ગઈ હતી. નાની બેનનું થઈ ગયું હવે મોટી માટે છોકરો મળશે કે નહીં ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહીં રહી જાય ને ? જેવા ઘણાંબધાં પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને સતાવ્યા કરતા હતા. ( જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે..!! ) સાંવરી
"લવ યુ યાર"ભાગ-4 સાંવરી ઓફિસમાં આવે ત્યાં સુધીમાં તેણે છેલ્લા ત્રણ વર્ષનો કંપનીનો ડેબિટ અને ક્રેડિટનો રેસીઓ જોયો તો આ વર્ષે છેલ્લા બંને વર્ષ કરતાં ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટ વધારે પ્રોફિટ તેને જોવા મળ્યો. આટલો બધો પ્રોફિટ એક જ વર્ષમાં ...Read Moreથયો ન હતો.તેને થયું કે ચોક્કસ આ સાંવરીની સખત અને સતત મહેનતનું પરિણામ છે.સાંવરી માટેની તેના મનમાં જે ઇમેજ હતી તે પાક્કી થઇ ગઇ હતી. સાંવરીએ કેબિનમાં આવતા પહેલા બહારથી નોક કર્યું. મિતાંશે ' કમ ઇન ' કહી પોતાના કામમાં બીઝી હોય તેમ કામ કરવા લાગ્યો. સાંવરી અંદર આવીને ઉભી રહી હતી, તેના ફેસ ઉપર તેની ડ્યૂટી પ્રત્યેની
"લવ યુ યાર"ભાગ-5મિતાંશ વિચારી રહ્યો હતો કે, હું ખરેખર તો સાંવરીને જોવા માટે તો ઈન્ડિયા નથી આવ્યો ને, અને ખરેખર એવું જ હતું, મમ્મીએ પણ પૂછ્યું કે, હમણાં તું ઇન્ડિયા આવવાની 'ના' પાડતો હતો ને એકદમ કંઇ કામ આવી ...Read Moreઅહીંની ઓફિસમાં તો તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો. મમ્મીને તો "હા" જવાબ આપી દીધો પણ પોતાની જાતને શું જવાબ આપવો..??પછી તો રોજ મિતાંશ સમયસર અથવા તો સમય કરતાં થોડો વહેલો ઓફિસ આવવા લાગ્યો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી ગયા હતા. કારણ કે દર વખતે ઇન્ડિયા આવે ત્યારે લેઇટ જ ઉઠતો અને લેઇટ જ તૈયાર થઈને ઓફિસ જતો, કોઈ વાર ઓફિસ ના
"લવ યુ યાર"ભાગ-6આંખોમાં એક અજબ ભાવ સાથે મિતાંશ સાંવરીની સામે જોઇ રહ્યો હતો. આજે તેને એમ જ થતું હતું કે હું અને સાંવરી બસ સાથે જ રહીએ. સાંવરીને ઘરે મૂકવા જવું જ નથી. મારી સાથે જ તેને રાખી લઉં. ...Read Moreસાથેનો મારો સમય ખૂબજ આનંદમય જાય છે. આજે તો કુદરત પણ તેની સાથે છે. કહેવાય છે ને કે, " અગર કીસીકો સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત ઉસકો મિલાનેમેં આપકી મદદ કરતી હૈ. " એવું જ આજે મિતાંશ સાથે થઇ રહ્યું છે. સાંવરી પણ આજે ખૂબ ખુશ દેખાતી હતી.અને ખડખડાટ હસવાના મુડમાં હતી. આ સુંદર સાંજ અને સાંવરી બંનેને પકડી