પરંપરા કે પ્રગતિ? - 19

(1.3k)
  • 2.4k
  • 1.3k

આગળ આપણે જોયું કે કોઈ નીતા અને જેન્સી પર નજર રાખી રહ્યું હતું.નીતા નીચે ઉતરે છે અને તે બદમાશની પાછળ દોડે છે. જેન્સી પણ નીચે ઉતરીને હોસ્ટેલની કેરટેકરને કહે છે, "બહાર કોઈ ઊભા હતા."કેરટેકર કહે છે, "તું ચિંતા ના કર, જે કંઈ હશે તે આ સી.સી.ટી.વી. કેમેરામાં આવી જશે."એટલી વારમાં નીતા પાછી આવી જાય છે અને કહે છે, "તે તો ભાગી ગયો, હું એનો ચહેરો પણ ન જોઈ શકી. બદમાશ હાથમાં જ ના આવ્યો."કેરટેકર કહે છે, "તમે ચિંતા નહીં કરો, હું ગાર્ડને કહું છું, તે ધ્યાન રાખશે. તમે બંને તમારા રૂમમાં જાઓ અને રૂમ અંદરથી સરખી રીતે બંધ કરી દેજો.