વિશ્વા..આંખો પાથરી સોહમના આવવવાના રસ્તેજ જોઈ રહી હતી..વિહ્વળ જીવે રાહ જોઈ રહી હતી.. દૂરથી કોઈક બાઇકનો અવાજ સંભળાય એ સચેત થઇ જતી..કોઈ બીજાને જોઈ નિરાશ થઇ જતી.. એની નજર સતત રસ્તા તરફ મંડાયેલીજ હતી.. આમને આમ કલાક થઇ ગયો..એ ઉભા પગે સારસની જેમ રાહ જોઈ રહેલી એની બેલડીનો એનો સાથી…રીસાયેલો હતો..એને મનાવવા તતપર હતી..એ ફક્ત સોહમનાજ વિચારોમાં..વિચારોમાં પણ એની સાથે વાતો કરી રહી હતી..એ ક્યારે આવે એની સાથે બધી વાતો કરું..એ આવીને સીધો વાડીએ આવેલો..નહીં ચા પીધી હોય..નહિ નાસ્તો કર્યો હોય..ઉપરથી મારાથી ડિસ્ટર્બ થયો..એનું મન ઘવાયું..ભલે હું નિર્દોષ છું પણ.. એતો દુઃખી થયોજ બહાર દોડી ગયો..એટલા વખતે આવ્યો અને મેં