અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -31

  • 102
  • 54

કાકાએ અનુભવી આંખે બન્નેને જોયાં ત્યારથી સમજી ગયેલાં આ નવું નવું પ્રેમી યુગલ.. જોડકું છે.. એમને એમની યુવાની યાદ આવી ગયેલી..એમણે કહ્યું“ ભાઈ શાંતિ થી આ ખાટલે બેસો..આ ગરમા ગરમ ચા લો..એમ કહી ગારો લીપેલી કીટલીમાંથી ગરમ ચા નાના બે કપમાં કાઢી આપી સાથે બે રકાબી પકડાવી બોલ્યા “ આદુવાળી કડક મીઠી ચા છે શાંતિ થી પીઓ..હાં.” .એમ બોલી હસતા હસતા ત્યાંથી દૂર જતા રહ્યાં..સોહમે હસીને કીધું“ લે કાકાએ મસ્ત આદુવાળી ચા બનાવી આપી છે ટેસડો કર..” એમ કહી ચાનો જોરથીસબડકો લીધો..મોટો અવાજ કર્યો ..ચા પીતી પીતી વિશ્વા બોલી “ કેમ આવો અવાજ કરે?” સોહમે કહ્યું“ આવી ચા આમજ પીવાય..