એકાંત - 92

  • 186
  • 90

રાતનાં એક વાગી ગયા હતા. નિસર્ગના ઘરમાં સૌ કોઈ નિંદ્રાધીન થઈ ગયાં હતાં. નિસર્ગ અને હિમજા હજું એમની રૂમની લાઈટ કરીને વાતો કરી રહ્યાં હતાં. નિસર્ગ વિલનની પાતળી કમરને જોઈ રહ્યો હતો, એ યાદ આવતાં હિમજાએ એની સાથે દલીલ કરી રહી હતી. આંખ બંધ કરીને સુતો નિસર્ગ હિમજાની વાત સાંભળીને બેઠો થઈ ગયો."તને હવે એ પહેલી વિલનની નાજુક અને કમળ કાકડી જેવી કમર જોઈને જેલર્સી ફીલ થવાં લાગી ? થવી પણ જોઈએ જેલર્સી. ક્યાં એની કમળનાં ડાળી જેવી નાજુક કમર અને ક્યાં તારી ઝાડનાં થડ જેવી જાડી કમર." નિસર્ગ તેણીને ચિડવવાં લાગ્યો.હિમજાને ઝાડનાં થડ જેવી કહી; એ સાંભળીને તેણીએ મૂઠી