સંજયભાઈએ રેખાબેન સાથે આગળનું જીવન જીવવાં માટે અનુમતિ દર્શાવી દીધી.નવાં જીવનની શરુઆત તેઓ બન્ને મીઠી કુલ્ફી ખાઈને કરવાં લાગ્યાં. સંજયભાઈ રેખાબેન સાથે બીજી ઘણી બધી વાતો કરતાં ગયાં અને કુલ્ફીની લિજ્જત માણતાં ગયાં. કુલ્ફીને ખાવામાં વધુ સમય લાગવાથી સંજયભાઈનાં હાથમાંથી કુલ્ફી સરકી ગઈ અને હાથમાં ખાલી સળી બચી. સંજયભાઈની આવી સ્થિતિ જોઈને રેખાબેને મુખમાં મલકવાં લાગ્યાં. "તને હસવાનું એક નવું કારણ મળી ગયું. બહું જ હોશિયાર છે હો.અમને તારી જેમ કુલ્ફી ખાતાં એવું ના આવડે તો ઓગળીને સરકી ગઈ. એમાં પણ મારી લાચારીમાં હસવાનું."ખોટો ગુસ્સો કરીને સંજયભાઈ મોં ફુલાવીને અદબ વાળીને બેસી ગયા."આટલાં મોટા ઢાંઢાં થયા પણ હજુ તમને કુલ્ફી ખાતા આવડ્યુ