પારુલ હેતલને એનાં પિયરે સમજાવવાં ગઈ હતી. હેતલને જાણ થઈ કે એના સસરાએ પારકા લોહીને પોતાનું નામ આપીને સગા બાપ જેટલો પ્રેમ આપ્યો હતો. એ સાંભળીને હેતલનું હૃદય દ્રવી ઊઠ્યું. એ પુરુષનું કેટલું વિશાળ હૃદય હશે ! પારકા દીકરાને પણ પોતાનાથી પણ વિશેષ ખ્યાલ રાખે. વર્ષો સુધી હેતલ પણ સમજી ના શકી કે એનો પતિ રવિ પ્રવિણનો સાવકો દીકરો છે.સાવકા જેવું વર્તન પ્રવિણે કે દલપત દાદાએ રવિ સાથે કર્યું ન હતું. એમને માટે રવિથી વિશેષ વત્સલ હતો. દલપત દાદા વત્સલને વ્યાજનું વ્યાજ માનતા હતા. વ્યાજનું વ્યાજ તો હંમેશાં સવાયું હોવું જોઈએ. એ કારણથી દલપત દાદા વત્સલને એમની નજરથી દૂર કરતા