સાંજ પડવાની હતી. માલ આગલા દિવસ કરતા ઘણો વહેચાઈ ગયો હતો. રાજ આત્મસંતોષ સાથે માધાપર જવા બેગ લેતો બાઈક પર બેસી ગયો.રાજ પોતાની બાઈકને કેબિન પાસે સ્ટોપ કરી. રાજનો ખિલતો ચહેરો જોઈને રમેશભાઈ સમજી ગયા કે, આવકનો સ્ત્રોત વધુ આવ્યો હશે.રાજે બે હજારની રકમ રમેશભાઈના હાથમાં પકડાવી. રાજ બે હજારની રકમ જોઈને હરખાઈ ગયો હતો."આપણી આ રકમને અલગ જગ્યાએ સેવિંગ કરશું. એક કામ કરીએ. આપણે આપણા બિઝનેસ નામ પર બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ચાલુ કરાવી દઈએ. એકસ્ટ્રા ઈન્કમને આપણે એમાં ડિપોઝીટ કરશું." રાજે પોતાનો સુજાવ આપ્યો."તારું ખીલતું મૂખ જોઈને જ મને ખબર પડી ગઈ હતી. ગઈ કાલે તું નિરાશ થઈ ગયો