રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 11

  • 80

"ભલે મારગ મળે કે ના મળે, ગોતી લઈશું.ડર સાથે પણ મિત્રતા કેળવી લઈશું.તિમિર રહ્યું સંગાથી, અમે તો આગિયા, લો ઉડીને આવ્યાં અમે આ અંધારી રાતમાં."- મૃગતૃષ્ણા____________________૧૧. સર્પેન્ટ્સ હાર્ટપેરિસની એ સાંકડી, પથ્થર જડેલી 'Rue du Dragon' માંથી બહાર નીકળીને, સૅમ અને વ્યોમ રૉય મુખ્ય માર્ગ પર આવ્યા. સવારનો આછો ઉજાસ હવે સ્પષ્ટ થઈ રહ્યો હતો. શહેર ધીમે ધીમે પોતાના રોજિંદા ધબકાર તરફ પાછું ફરી રહ્યું હતું. પરંતુ સૅમ અને વ્યોમ રૉયના મનમાં અશાંતિનો ઘુઘવાટ હતો. 'સર્પેન્ટ્સ હાર્ટ', એ લાલ પ્રકાશ ફેલાવતી, ધબકતી વસ્તુ, સૅમની બેગમાં સુરક્ષિત હતી, પણ એની સાથે જોડાયેલા પ્રશ્નો અને ભય ઓછા થયા નહોતા."આપણે ક્યાંક છુપાવું પડશે, દાદુ," સૅમે