અનુરાધા ધીરા અને મક્કમ પગલે જેમ જેમ આસ્થા સુધી પહોંચી રહ્યા હતા, તેમતેમ એમના મનમાં ઉત્તેજના એ વાત જાણવાની વધી રહી કે, આસ્થા શું પ્રતિભાવ આપશે? એમણે આસ્થા પાસે પહોંચીને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો! આસ્થાએ ફક્ત નામ પૂરતું જ હાસ્ય કર્યું, અને આસપાસ નજર કરી. આસ્થાએ મૌન તોડતા કહ્યું, "આપ કોણ છો? હું અહીં કેમ છું? મને શું થયું કે, હું હોસ્પિટલમાં છું?" પોતાનો એક હાથ માથા પર મૂકતા વિચાર કરતી હોય એવા પ્રતિભાવ સાથે અનેક પ્રશ્નો પોતાની કુતુહલતા દૂર કરવા પૂછ્યા હતા. "આ અનુરાધા છે, તમે એના દીકરી છો. આપનું એકસીડન્ટ થયું હતું. આથી આપ હોસ્પિટલમાં છો."