અવતાર 3: ફાયર એન્ડ એશ-રાકેશ ઠક્કર જેમ્સ કેમરૂન જ્યારે પણ 'અવતાર' લઈને આવે છે ત્યારે દુનિયાને લાગે છે કે હવે સિનેમાનો ઈતિહાસ બદલાઈ જશે. પરંતુ ‘અવતાર 3: ફાયર એન્ડ એશ’ પછી બોક્સ ઓફિસ પર જે 'આગ' લાગવાની અપેક્ષા હતી તે લાગી નથી. બોક્સ ઓફિસના આંકડા જોતા સ્પષ્ટ સમજાય છે કે કલેક્શનનો ગ્રાફ નીચે તરફ જઈ રહ્યો છે. પહેલા ભાગે જે ક્રેઝ ઊભો કર્યો હતો તે નવીનતા હવે મરી ગઈ છે. ‘ધ વે ઓફ વોટર’ સમયે ૧૩ વર્ષ પછી આવ્યા હતા એટલે ભારે ભીડ હતી. પણ 'અવતાર 3' માત્ર ૩ વર્ષમાં આવી ગઈ એટલે લોકોમાં એ આતુરતા જોવા મળી નથી. પ્રેક્ષકો ‘અવતાર 3’ માં હવે માત્ર બ્લુ કલરના માણસોને હવામાં ઉડતા જોઈને અભિભૂત થતા