તસ્કરી

  • 60

તસ્કરી- રાકેશ ઠક્કર                જ્યારે હિંસા અને એક્શનના નામે બોલિવૂડમાં લોહીની નદીઓ વહેતી હોય ત્યારે નીરજ પાંડે મગજની ચાલાકી અને વ્યૂહરચનાના જોરે ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’ (૨૦૨૬) લઈને આવ્યા છે. નીરજની વાર્તાઓ મોટા પડદા કરતાં OTT પર અનેકગણી વધુ પ્રભાવશાળી રહી છે.    નેટફ્લિક્સ પર આવેલી આ નવી વેબસીરીઝમાં બોલિવૂડનું ગૌરવ વધારે તેવું કન્ટેન્ટ આપ્યું છે. નીરજ પાંડે અ વેનસડે, સ્પેશિયલ ૨૬ અને ‘ખાકી’ જેવી શ્રેષ્ઠ કૃતિઓ આપી ચૂક્યા છે. વાર્તા સ્મગલિંગ એટલે કે કરચોરી અને કસ્ટમ વિભાગના સંઘર્ષની આસપાસ વણાયેલી છે. જ્યારે કોઈ દેશી માણસ વિદેશી જમીન પરથી સામાન લાવીને દેશના ટેક્સની ચોરી કરે છે તેને સ્મગલિંગ કહેવાય છે અને તેને રોકવાની જવાબદારી ઈમાનદાર કસ્ટમ ઓફિસર્સ પર હોય છે. તેમની આ લડાઈ ‘તસ્કરી’ માં છે.