મર્દાની 3

  • 58
  • 1

મર્દાની 3- રાકેશ ઠક્કર          રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 2’ (૨૦૧૯) ને પહેલા દિવસે રૂ.3.8 કરોડ મળ્યા હતા.   ‘મર્દાની 3’ (૨૦૨૬) ને રૂ.4 કરોડ મળ્યા છે. આનો અર્થ એ છે કે રાનીના જે વફાદાર ચાહકો છે તે જ આ ફિલ્મ જોવા જાય છે. નવી પેઢી કે માસ ઓડિયન્સ આ ફ્રેન્ચાઈઝીમાં ખાસ ઉમેરાયું નથી. વર્ષો વીતવા છતાં કલેક્શનમાં મોટો ઉછાળો ન આવવો એ નિર્માતાઓ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આ સૂચવે છે કે ફ્રેન્ચાઈઝીએ હવે તેના 'કન્ટેન્ટ' અથવા 'પ્રેઝન્ટેશન' માં મોટા ફેરફારો કરવાની જરૂર છે જેથી તે માત્ર જૂના ફેન્સ પૂરતી સીમિત ના રહે.          આજકાલ ક્રાઈમ થ્રિલર કન્ટેન્ટ OTT પ્લેટફોર્મ્સ પર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પ્રેક્ષકોને લાગે છે કે