અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -43

(1k)
  • 2.2k
  • 1.3k

અનોખી સફર પ્રકરણ-43 બન્ને પ્રેમી જીવ સોહમ વિશ્વા.. ડુંગર પર આવી પ્રથમ પંચતત્વ શક્તિ સ્વરૂપ અર્ધનારીશ્વર સ્વરૂપ માઁબાબાના દર્શન કર્યા પછી એકમેકના સહવાસમાં પ્રેમક્રીડામાં પડ્યા..પ્રેમનો ઉમંગ આવેશ હતો પણ ક્યાંય વાસના હવસનું નામ માત્ર નહોતું.બન્ને એક મર્યાદાની લક્ષ્મણ રેખાને માંન આપી ઓળંગતાજ નહોતા..પ્રેમના પરિચયમાં આવ્યા પછી પણ તનનાં આલિંગનમાં કે બે હોઠના રસભર્યા મિલનમાં નિર્દોષ પ્રેમ એની અભિવ્યક્તિજ હતી.એનાથી બન્ને જીવ સંતૃપ્ત અને ખુશ હતાં.એમને શરીરની ભૂખ સંતોષવાની કોઈ જલ્દી કે ઉતાવળ નહોતી જયારે જે સમય ઉન્માદ વાસના સંતોષવા લખાયો હશે એ હશે,,હમણાં એ લોકો શબ્દ સ્પર્શ એહસાસથી પ્રેમ કરી રહેલા એક દિલના ઊંડાણથી પ્રેમ કરી બેઉ વચ્ચે એક સમજણ