રાક્ષસી વૃજાનો આગળનો પ્લાન શું હશે, એ હેત્શિવાજાણી શકી નહીં. પરંતુ, નિલક્રિષ્નાને સાહસીક રીતે સક્ષમ બનાવવા હેત્શિવા રાક્ષસીએ પોતાનાથી બનતા પ્રયત્ન કર્યા હતાં. એટલે હવે એ વૃજા શું એવાં બીજા ઘણાં વિધ્નો સાથે લડી શકે એમ હતી. પૃથ્વી પર એને છોડવાનો સમય આવી ગયો હતો. ઘણી વખત એવું બને છે કે, "અધ્યન પ્રાપ્ત કર્યા પછી ઘણા શિષ્યો પોતાના ગુરુની સેવા કરે છે." પરંતુ, વચન બંધ હેત્શિવા નિલક્રિષ્નાને પોતાની સાથે રાખી શકે એમ ન હતી.હેત્શિવા: "જગતમાં ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે પુત્રી, મનમાં 'રામ રામ' સ્મરણ કરજે. રામ નામથી સૃષ્ટિનું બધું જ ઝેર સીધુ જ અમૃત બની જશે. સ્વયં શિવ શંકરે આ રામ નામનાં