શું ચિરંજીવીઓ આજે પણ આપણી વચ્ચે મોજૂદ છે? શું ચિરંજીવીઓનું મૃત્યુ પણ નિશ્ચિત છે? આપણો ભારત દેશ માત્ર ભૌગોલિક સીમાઓનો બનેલો નથી, પણ તે હજારો યુગોની ગાથાઓ અને આધ્યાત્મિક રહસ્યોનો સંગમ છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છેકે, શું હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા પૌરાણિક પાત્રો આજે પણ જીવંત હોઈ શકે? શું કોઈ મનુષ્ય કાળના બંધનો તોડીને સદીઓ સુધી અમર બની શકે? આ સવાલોના જવાબો મેળવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. લેખક અને પૌરાણિક કથાઓના સંશોધક ડો. વિનીત અગ્રવાલના એક પોડકાસ્ટમાં આ પ્રશ્નોના જવાબો આપવાનો તેઓ દ્વારા તેમના સંશોધનના આધારે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં કલ્કિ અવતારનું રહસ્ય, અશ્વત્થામાનું ભવિષ્ય અને