રામરાજ્યની 'તિજોરી'થી લઈને મોદી સરકારના 'ડિજિટલ વહીખાતા' સુધીની રોચક સફર ૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું છે, ત્યારે ચાલો જાણીએ કે આપણા ઋષિમુનિઓ અને મહારાજાઓ અર્થવ્યવસ્થા કેવી રીતે સંભાળતા? શું આજના ટેક્સ અને મોંઘવારીના ઉકેલો આપણા શાસ્ત્રોમાં છે? ગઈકાલે ૧લી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશનું વાર્ષિક બજેટ રજૂ કરાયું છે. ટીવી પર આંકડાઓની માયાજાળ રચાઈ, નવી જાહેરાતો, જૂની સ્કીમમાં ફેરફાર સહિતની વાતો રજૂ થઇ હતી. પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છેકે, હજારો વર્ષ પહેલાં જ્યારે ભારતમાં ભગવાન રામનું રાજ્ય હતું, જ્યારે પાંડવોનું શાસન હતું કે, પછી