સનાતન ધર્મની વાતો - ભાગ 23 - આધ્યાત્મિક વિજ્ઞાન

  • 1.3k
  • 516

સંસ્કૃત અને વેદોમાં છુપાયેલું આધુનિક જીવનનું વિજ્ઞાન જાણો કેવી રીતે મંત્રોના સ્પંદનો માનસિક રોગો મટાડે છે? ભારતની નાસ્તિકો પ્રત્યેની ઉદારતા અને સંસ્કૃત ભાષાની અજાયબીઓ ભારતવર્ષ હજારો વર્ષો સુધી વિશ્વગુરુ તરીકે સ્થાપિત રહ્યું છે. આ કોઈ ભાવનાત્મક વાક્ય નથી, પણ એક કઠોર વાસ્તવિકતા છે. એવો સમય હતો જ્યારે વિદેશીઓ દરિયો અને રણ ખેડીને જીવના જોખમે માત્ર જ્ઞાન મેળવવા ભારત આવતા. જ્ઞાનની તૃપ્તિ ભારતને ક્યારેય થઈ નથી, અને ભારત હંમેશા સંશોધનની પવિત્ર ભૂમિ રહ્યું છે. તાજેતરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન અને આધુનિક યુગના ભાષ્યકાર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ એક વિશેષ પોડકાસ્ટમાં ભારતીય સંસ્કૃતિના એવા રહસ્યો ખોલ્યા છે, જે દરેક ભારતીય માટે