આ શબ્દ આજકાલ બહુ સાંભળવા મળે છે. એક સંશોધન પ્રમાણે 54% જેટલા લગ્ન આજે તૂટે છે .સાંભળીને તમને આશ્ચર્ય થશે. આજકાલની જનરેશન ઉપર સવાલ ઉઠે છે. કે આજના બાળકો સહન નથી, કરતા સમજતા નથી ,સ્વીકારતા નથી .આવી બહુ બધી ચર્ચાઓ ચાલે છે .સાચું કહું, આજના ડિવોર્સ એવા હોય છે. કે કેટલીક વખત આપણે વિચારી પણ ના શકીએ. એવા નાના ઇશ્યૂ માટે કે નાના પ્રોબ્લેમ માટે તેઓ અલગ થઈ જાય છે. હું પોતે રિલેશનશિપ મેન્ટોરનું કામ કરું છું .કેટલાક સંબંધોમાં, 'ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર' એવું બને. તમે જ્યારે મૂળમાં જાવ ને ત્યારે એવું લાગે કે વાતમાં કંઈ જ માલ નથી અરે નાની