મારા જીવન ના અનુભવો સીતારામ જીદંગી અકલ્પનીય જેના માટે આ શબ્દ નું વર્ણન કરવું અઘરું છે.... આ જીવન માં ઘણા બધા અનુભવ ઘણું બધુંય સમજ્યા પછી ઘણીબધી પિડા દુ:ખ અનુભવાય છે... ઘણું બધું સહન કરવાની સમતા ધરાવવી પડે છે... જે અકલ્પનીય છે... કોઈને કહી ના શકાય કોઈ સમજી પણ ના શકે માત્ર ખોખલા આશ્વાસન મળી રહે. પાછળથી બેઇજ્જતી થતી હોય એટલે કોઈને આ દુખ કહી પણ ના શકાય.. ઘણીવાર એવું બને છોડી આ બધું ચાલ્યા જવું પણ જવું પણ ક્યાં? આખરે આ દેહ જ્યા સુધી છે. ત્યાં સુધી તો આ જગત સાથે રહેવાનું જ છે... ખબર નઈ સમજણ ના કારણે