અનોખી સફરપ્રકરણ-65“ ભૈરવી…આપણે બહાર જવાનું નક્કી કર્યું…પણ તું આમ મને પહેલા અહીં બહાર કેમ લઇ આવી ?શું વાત છે?.” ધનુષે થોડી અકળામણથી ભૈરવીને પૂછ્યું ..ભૈરવીએ કહ્યું“ ધનુ....તમને ઉત્સાહ છે બધાને બહાર લઇ જવા અને જે વાતો ઘરે ના થાય એ આપણે બહાર થાય.. હું બધું સમજુ છું પણ.. તેં માહીનું વર્તન જોયું? સમજાયું કઈ ? એને બહાર ફરવા જવાનું ખુબ મન છે પણ..એને ભાનજ નથી..એની માનસિક સ્થિતિ સારી નથી એ પાગલની જેમ વર્તે છે..ગમે ત્યારે ગમે તે બોલે ગમે તે રીતે રિએક્ટ કરે છે..આપણે સંભાળી નહીં શકીએ..એને માનસિક ખુબ આઘાત લાગ્યો છે..પેલા પિશાચે એને માનસિક અને શારીરિક ભાંગી નાખી છે..મંજૂતાઈ કહે