સંસ્કૃતિ અને વિજ્ઞાન : સનાતન વિજ્ઞાનનો વિજયધ્વજ ભારતીય વિજ્ઞાન માત્ર શૂન્ય નહીં, સમગ્ર વિશ્વના ગણિત અને નેવિગેશનનો પાયો સંશોધક આશિષ નરેડીના ચોંકાવનારા પુરાવાઓ : પશ્ચિમી જગતે કેવી રીતે આપણા જ્યાને સાઈન બનાવી દીધું અને ભારત કેમ હજારો વર્ષ સુધી વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ રહ્યું? આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં આધુનિકતાનો અર્થ માત્ર પશ્ચિમી શોધ એવો કરવામાં આવે છે. ભારતમાં શિક્ષણ જગતમાં આપણને વર્ષોથી એવું ભણાવવામાં આવ્યું છેકે, ભારત પાસે તો માત્ર જ્ઞાન-ભક્તિ હતી, વિજ્ઞાન તો બધું યુરોપથી આવ્યું છે. આપણે ગર્વથી કહીએ છીએ કે ભારતે શૂન્ય આપ્યો, પણ હકીકતમાં આ વાક્ય આપણી મહાનતાને ઘટાડવાનું એક