કેન્સર - 21

  • 652
  • 210

#કેન્સર​ભાગ 21 લોહીની તડપ અને આત્માનો વ્યાધિ​જીત માટે હવે 'શાંતિ નિવાસ' એક જેલ બની ગયું હતું. ઉર્જાએ તેના મનના અંધકાર પર જે ટોર્ચ ફેંકી હતી, તેનાથી પ્રકાશ તો ના થયો પણ જીતને પોતાની અંદર છુપાયેલા 'રાક્ષસ'ના દર્શન જરૂર થઈ ગયા. ઉર્જાનો એ પ્રસ્તાવ કે તે જીતના આ અંધકારમાં સાથી બનવા તૈયાર છે એ જીત માટે કોઈ મીઠું ઝેર જેવું હતું.​શરીરનો બળવો: જ્યારે સંસ્કારો હારે છે​રાત્રે જ્યારે આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હોય, ત્યારે જીતના શરીરમાં એક અજીબ બેચેની જાગતી. આ માત્ર 'ઈચ્છા કે ભૂખ ' નહોતી, આ એક 'અસ્તિત્વની ભૂખ' હતી. તેને રય રય ને જીવિકાનો એ સ્પર્શ યાદ આવતો. પલંગની