આધ્યાત્મિક રહસ્યલોક : કાશીના કોટવાળ કાલ ભૈરવ માયાના બંધનથી મોક્ષના દ્વાર સુધીની રહસ્યમય યાત્રા જાણો કાલ ભૈરવને સમયના સ્વામી કેમ માનવામાં આવે છે? તંત્ર સાધના પાછળનું સાચું વિજ્ઞાન અને જીવનના 'લો ફેઝ' માંથી બહાર નીકળવાનો આધ્યાત્મિક માર્ગ ભારતીય આધ્યાત્મિકતાની સૌથી પ્રાચીન અને જીવંત નગરી એટલે કાશી જેને વારાણસી પણ કહેવામાં આવે છે. અહીંની ગલીઓમાં ગુંજતો હર હર મહાદેવનો નાદ અને ગંગાના કિનારે પ્રજ્વલિત રહેતી ચિતાઓ આપણને જીવન અને મૃત્યુના અંતિમ સત્યનો અહેસાસ કરાવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના ટીઆરએસ શોમાં કાશીના કાલ ભૈરવ અને તંત્ર સાધના વિશે નિષ્ણાત શિશિર કુમારે સાથે જે ગહન ચર્ચા થઈ, તેણે લાખો યુવાનોને સનાતન