રઘુવંશ પ્રસ્તાવના

  • 450
  • 138

પ્રસ્તાવના: રઘુવંશ – એક શાશ્વત વિરાસત"રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાણ જાયુ બરુ બચનુ ન જાઈ..."આ પંક્તિઓ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ શું આપણે ખરેખર એ 'રઘુકુળ'ના મૂળ સુધી પહોંચ્યા છીએ? જે વંશમાં સાક્ષાત્ પરમાત્માએ જન્મ લેવો પડ્યો, એ વંશનો પાયો કેટલો મજબૂત હશે? તેનું તેજ કેવું હશે? અને તેનું પતન કેવી રીતે થયું હશે?'રઘુવંશ' એ માત્ર એક રાજા કે એક પરિવારની વાર્તા નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના સુવર્ણકાળનો જીવંત દસ્તાવેજ છે. આ નવલકથા લખવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીને આપણી ભવ્ય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને એ આદર્શોથી પરિચિત કરાવવાનો છે, જે સમયની ધૂળ નીચે ક્યાંક દબાઈ ગયા