મારા પિતા મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક વ્યક્તિ છે. તેઓ માત્ર મારા પિતા જ નથી, પરંતુ મારા માટે માર્ગદર્શક, મિત્ર અને પ્રેરણાસ્ત્રોત પણ છે. તેમના જીવનમાં જવાબદારીનું ખૂબ મોટું સ્થાન છે, અને તેઓ હંમેશા પોતાના પરિવાર માટે નિસ્વાર્થ ભાવથી કાર્ય કરે છે.મારા પિતા ખૂબ મહેનતુ અને ઈમાનદાર છે. તેઓ સવારે વહેલા ઉઠે છે અને દિવસભર મહેનત કરે છે જેથી પરિવારની દરેક જરૂરિયાત પૂરી કરી શકે. તેઓ ક્યારેય પોતાના આરામ વિશે વિચારતા નથી, પરંતુ હંમેશા અમારા સુખ-સુવિધા માટે જ પ્રયત્નશીલ રહે છે. તેમની આ જવાબદારી અને સમર્પણ મને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.પિતાનું પ્રેમ શબ્દોમાં વર્ણવી શકાય તેમ