ભૂત બંગલા-રાકેશ ઠક્કર અક્ષયકુમારની ‘ભૂત બંગલા’ એ સાબિત કર્યું છે કે મનોરંજન સાચું હોય તો પ્રેક્ષકો ચોક્કસપણે થિયેટર સુધી ખેંચાઈ આવે છે! અક્ષયકુમારનો અભિનય એવો છે કે જાણે તેનામાં એક સ્વીચ છે. લીલી દબાવો તો કોમેડી અને લાલ દબાવો તો હોરર. તે એકલો જ બે કલાકારોનું કામ કરી રહ્યો હોય એવું લાગે છે. ‘ભૂત બંગલા’ની વાર્તા હજારો વર્ષ જૂની દંતકથા ‘વધૂસુર’ પર આધારિત છે. જે નવી પરણેલી દુલ્હનોને ઉઠાવી જાય છે. ફિલ્મની શરૂઆત એવી ભયાનક શહેરી દંતકથાથી થાય છે કે જો આ ગામમાં કોઈ લગ્ન કરશે તો વધૂસુર તેને લઈ જશે. જોકે, માનવીય લોભ આ ડર પર હાવી થઈ જાય છે જ્યારે