નવપ્રસ્થ શહેરમાં મુખ્યમંત્રી મહેન્દ્ર સાહુની જાહેરાત પછીના દિવસોમાં એક અસ્થાયી શાંતિ છવાઈ ગઈ હતી, પરંતુ તે શાંતિ સપાટી પર જ હતી. અંદરથી જનતાનો ગુસ્સો વધુને વધુ તીવ્ર બનતો જતો હતો. સમીરાના અત્યાચાર અને મોતની વાત હજુ પણ દરેક ઘરમાં, દરેક ગલીમાં અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય હતો. નવપ્રસ્થની સડકો પર લોકોની સંખ્યા ઘટી હતી, પરંતુ તેમના મનમાં ભડકતી આગ શાંત થઈ નહોતી.બીજા દિવસે સવારે જોધપુર જેલના મુખ્ય ગેટ પર એક મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. સરકારે આદિત્ય શાહ, અમન અને અન્ય કેટલાક એક્ટિવિસ્ટોને છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે આદિત્ય અને અમન જેલના ગેટમાંથી બહાર આવ્યા ત્યારે