આત્મજા જેને સંસ્કૃતનો એક શ્લોક પણ શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલતા ના ફાવે એવા મારા બાપુ અને સાતમું ધોરણ ભણ્યા બાદ ચોપડીને ક્યારેય હાથ નહીં લગાડું એવી પ્રતિજ્ઞા લેનાર મારી બા, આ બંનેએ મારું નામકરણ કેવી રીતે કર્યું એ હજી મારી સમજમાં નથી આવ્યું. ‘આશા’ કે ‘આરતી’ જેવા બોલવામાં સરળ અને તરત કોઈને યાદ રહી જાય એવા નામ છોડીને એ લોકો આ ‘આત્મજા’ જેવું ભારેખમ નામ ક્યાંથી ઉપાડી લાવ્યા હશે? ક્યારેક તો મને થાય છે કે હું એમની સગી દીકરી નથી. એ નક્કી મને કોઈ મંદિરને પગથિયેથી ઉઠાવી લાવ્યા હશે અને ત્યાં જ એ મંદિરના પૂજારીએ કહી દીધું હશે