“અરે શું થયું? તું આમ રડે છે કેમ બકા? છ સાત દિવસ જ આપણે જુદા રહેવાનું છે એ પછી તું કહે તોય તને પિયર નહીં જવા દઉં. આઈ લવ યુ.” એણે મને જોશભેર છાતીએ વળગાડી હતી અને એ પહેલીવાર હતું જ્યારે આલોકનો સ્પર્શ મને ગમ્યો હતો. એ આલિંગનમાં ભારોભાર ઉષ્મા હતી, સ્નેહ હતો. મારા દીલને હાલ કદાચ એની જ જરૂર હતી. હું આંખો બંધ કરીને આલોકની છાતીમાં શાંતિ શોધી રહી હતી અને ત્યાં જ એણે કહ્યું, “કેદાર બિલકુલ સાચું કહેતો હતો. એણે મને કહેલું કે આ છોકરી ખૂબ લાગણીશીલ છે જેના પણ જીવનમાં જશે એને પ્રેમથી ભરી દેશે.”