પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.6

  • 1.5k
  • 758

એક પળ મને લાગ્યું કે એ ક્યાંક મારું જ નામ કહેશે. હું ઇચ્છતી હતી કે એ મારું નામ દે, કદાચ નહોતી ઇચ્છતી. એ મારી સાવ નજીક હતો. એ હસી નહોતો રહ્યો, સહેજ પણ હસી નહોતો રહ્યો. એની આંખો મારી સામે જ તાકી રહી હતી અને હું બેચેન થઈ રહી હતી. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા, મારું આખું શરીર અજીબ બેચેની અનુભવી રહ્યું હતું. હું મારી જાતને શાંત પાડવા હવાતિયાં મારી રહી હતી અને એણે કહ્યું, “મિનલ.”     મિનલ. આટલું કહીને એ પાછો સીધો ઊભો રહી ગયો હતો અને હું તરત પાછી નોર્મલ અવસ્થામાં આવી ગયેલી. મનમાં થોડુંક દુખ થયેલું